

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર પોલીસે મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં થયેલી મારામારીના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.આ મામલો જમવાનું પીરસવાની બાબતે શરૂ થયો હતો.
પટેલ નગરના રહેવાસી પ્રિન્સ ઘનશ્યામ પ્રજાપતિને જી.આઇ.ડી.સી.માં એક શુભ પ્રસંગમાં જમવાનું પીરસવા બાબતે થયેલા વિવાદનું સમાધાન કરવા સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં મામલો વણસતાં સુનિલ હરેરામ પાસવાન, આકાશ સોમેશ્વર પ્રજાપતિ, શિવ રવિ નાયક અને એક સગીર આરોપીએ પ્રિન્સ સાથે મારામારી કરી હતી.
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે ડી માર્ટની પાછળ આવેલ શ્યામ રેસીડેન્સીમાંથી સુનિલ હરેરામ પાસવાન, આકાશ પ્રજાપતિ, શિવ નાયક અને એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.



