આણંદ – અંબિકા ફરસાણ માર્ટમાં સડેલા બટાકા અને જીવજંતુઓ મળી આવતાં સીલ કરાયું
આણંદ – અંબિકા ફરસાણ માર્ટમાં સડેલા બટાકા અને જીવજંતુઓ મળી આવતાં સીલ કરાયું
તાહિર મેમણ – આણંદ – 26/05/2025 – આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે આજે શહેરની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસણી હાથ ધરી હતી. આ દરમિયાન રેડ ક્રોસ પાસે આવેલી અંબિકા ફરસાણ માર્ટમાં ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી.
મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમે તપાસણી દરમિયાન જોયું કે દુકાનમાં સ્વચ્છતાનો સદંતર અભાવ હતો. રસોડામાં ગરોળી અને વંદા સહિતના જીવજંતુઓની હાજરી જોવા મળી હતી. વળી, બટાકા પણ સડેલી હાલતમાં હતા. જાહેર આરોગ્યને જોખમ ઊભું કરતી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી જીપીએમસીની કલમ 376-એ હેઠળ દુકાન સીલ કરવામાં આવી છે. આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોને સ્વચ્છતા અને હાઇજિન જાળવવા અનુરોધ કર્યો છે.