આણંદ અમીન ઓટો ફાટકનો માર્ગ હવે 7 મહિના બંધ રહેશે
આણંદ અમીન ઓટો ફાટકનો માર્ગ હવે 7 મહિના બંધ રહેશે
તાહિર મેમણ – આણંદ – 27/05/2025 – આણંદ અમીન ઓટો ફાટક નં.4 ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોય તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર કામચલાઉ પ્રતિબંધ મૂકતું તથા વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન કરવા અંગેનું જાહેરનામું આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે.
જે અન્વયે આણંદ શહેરમાંથી અમીન ઓટો તરફ જતો તમામ વાહન વ્યવહાર અને આણંદ શહેર બહારથી અમીન ઓટો તરફ જતો તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ડાયવર્ટ કરાયેલા તમામ વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન રૂટ: આણંદ શહેરમાંથી અમીન ઓટો તરફ જતા તમામ વાહનો મહારાણા સર્કલ બ્રિજ ઉપરથી ચઢીને જૂની આર.ટી.ઓ ઓફિસથી યુ ટર્ન લઈ સોજીત્રા તરફ જઈ શકશે.
આ ઉપરાંત આણંદ શહેર બહારથી અમીન ઓટો તરફ આવતા તમામ વાહનો આણંદ- સોજીત્રા રોડ, ઉમા ભવન પાસેના બ્રિજ ઉપરથી મહારાણા સર્કલ થઈ આણંદ શહેર તરફ જઈ શકશે.આ હુકમ તા.30/11/2025સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩અન્વયે શિક્ષાને પાત્ર ઠરશે.