
રાજપીપલા સર વિનાયકરાવ ગાર્ડન ખાતે ‘સ્વદેશી મેળો’ યોજાશે
–
મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા અને સ્થાનિક વેપારીઓ દ્વારા તૈયાર કરાયેલ સામગ્રીના સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલા નગરપાલિકા દ્વારા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિક વેપારીઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ‘સ્વદેશી મેળા’ નો શુભારંભ તા. ૬ માર્ચ ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રાજપીપલાના સર વિનાયકરાવ ગાર્ડન ખાતે કરવામાં આવેલ છે.
આ મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા અને સ્થાનિક વેપારીઓ દ્વારા તૈયાર કરાયેલ સામગ્રીના સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે, જેથી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળી રહે અને લોકોને ગુણવત્તાસભર સ્વદેશી વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ થઈ શકે.
કાર્યક્રમ દરમિયાન ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા અગ્રણી નીલ રાવ તેમજ અન્ય જન પ્રતિનિધિ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે




