ગુનાહિત ઈતિહાસ ધરાવતા-૨ આરોપીઓ વિરુધ્ધ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પાસા કાયદા તળે અટકાયતી હુકમ કર્યો.
ગુનાહિત ઈતિહાસ ધરાવતા-૨ આરોપીઓ વિરુધ્ધ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પાસા કાયદા તળે અટકાયતી હુકમો કરી જિલ્લામાં અસામાજિક તત્વો વિરુધ્ધ કરવામાં આવેલ કડક કાર્યવાહી.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૫ જુલાઈ : ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતના અધિનિયમ ૧૯૮૫ તળે આરોપીઓ વિરુધ્ધ રજુ થયેલ દરખાસ્ત મુજબ જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ બાબતે પોલીસ વિભાગ દ્વારા જુદાં જુદાં ગુના કામે પકડવામાં આવેલ કુલ ૨ આરોપીઓ વિરુધ્ધ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કચ્છ ભુજ દ્વારા પાસા કાયદા તળે આરોપીઓને અટકાયત કરવા હુકમ કરવામાં આવેલ છે.આવા આરોપીઓ સામાજિક અને જાહેર-વ્યવસ્થા માટે ખતરારૂપ તેમજ જાહેર જનતામાં માથાભારે હોવાની દહેશત ઉભી કરતાં હોઈ તેમની આવી પ્રવૃત્તિઓને જળમૂળથી ડામી દેવી અતિ-આવશ્યક છે. આવા ઈસમોની ભૂમિકાઓ જોતાં તેમની આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામાન્ય કાયદાથી તાત્કાલિક અટકાવી શકાય તેમ ન હોઈ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબતના અધિનિયમ ૧૯૮૫ હેઠળ જાહેર વ્યવસ્થા જાળવી રાખવાના હિતમાં કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા અટકાયત અંગે વધુ બે હુકમો કરી છેલ્લા ત્રણ માસમાં કુલ ૧૨ જેટલા પાસા અટકાયતના હુકમો કરવામાં આવેલ છે.