ANANDBORSAD

બોરસદ ખાતે રૂ.૧૪૨૬ લાખના ખર્ચે નિર્મીત સરકારી આવાસોનું લોકાર્પણ

બોરસદ તાલુકાના મહેસુલ વિભાગના કર્મચારીઓ માટે ૪૨ આવાસોનું નિર્માણ

**********

આણંદબુધવાર :: રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી ખાતાઓ-વિભાગોમાં સેવા આપતાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે અનેક હિતલક્ષી નિર્ણયો અમલી બનાવાયા છે. જેનો લાભ રાજ્યના લાખો અધિકારીઓ-કર્મચારીઓને મળી રહ્યો છે. આવા જ એક હિતલક્ષી નિર્ણયના ભાગરૂપે આણંદ જિલ્લામાં બોરસદ તાલુકાના મહેસૂલ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ માટે રહેણાંક મકાનોની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે.

          બોરસદ તાલુકામાં મહેસુલ વિભાગના અધિકારી-કર્મચારીઓ માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૧૪૨૬ લાખના ખર્ચે નવીન રહેણાંક મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ નવીન મકાનોનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.  આ નવીન મકાનોમાં મહેસુલી વિભાગના કર્મચારીઓ માટે ૪૨ આવાસો અને પ્રાંત અધિકારી,મામલતદાર માટે ૦૩ બંગલોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના થકી અધિકારી-કર્મચારીઓને રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ બનશે.

        આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ.ગઢવીજિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપનાબોરસદ પ્રાંત અધિકારીશ્રી જય બારોટકાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગબોરસદ તાલુકાના મામલતદારશ્રી તેમજ મહેસૂલ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતાં.  

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!