ANANDANAND CITY / TALUKO

આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં ૭ મતદાન મથકોમાં ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરશે મહિલાઓ

આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં ૭ મતદાન મથકોમાં ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરશે મહિલાઓ

તાહિર મેમણ : આણંદ – 10/04/2024- ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ” સૂત્રની સાથે સમગ્ર દેશમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા સંબંધિત કામગીરી કરવામાં આવી રહી છે. દેશમાં વિવિધ ભાગોમાં અલગ અલગ તારીખોએ લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. જે અંતર્ગત તા. ૭ મે ના રોજ ગુજરાતના તમામ મતવિસ્તારો સાથે આણંદ લોકસભા મતદાર વિભાગમાં પણ મતદાન યોજાશે.

ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ વધુમાં વધુ મહિલાઓ ચૂંટણીમાં મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લાના દરેક વિધાનસભા મતદાર વિભાગોમાં સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત ૭-૭ સખી મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે.

ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન મુજબ આણંદ જિલ્લામાં કુલ ૧૭૭૩ મતદાન મથકો ઊભા કરવામાં આવશે. જે પૈકી પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગ દિઠ ૭ મળી સમગ્ર જિલ્લામાં કુલ ૪૯ મતદાન મથકો સખી મતદાન મથકો તરીકે ઊભા કરાશે એટલે કે આ ૪૯ મતદાન મથકોએ ચૂંટણી પ્રક્રિયાની તમામ કામગીરી મહિલા અધિકારી-કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે.

જે અન્વયે ૧૧૦-આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં ઊભા કરવામાં આવનાર ૦૭ મહિલા સંચાલિત મતદાન મથકોમાં સૌ પ્રથમ આસોદર-૩ મતદાન મથક આસોદર પ્રાથમિક શાળાના એસ.એસ.એ. રૂમ ખાતે, મુજકુવા-૨ મતદાન મથક મુજકુવા પ્રાથમિક શાળાના એસ.એસ.એ. મકાનમાં, જોશીકુવા-૧ મતદાન મથક જોશીકુવા ગ્રામ પંચાયત પાસે આવેલ પ્રાથમિક શાળાના નવા એસ.એસ.એ. મકાન ખાતે, કોસીન્દ્રા-૨ મતદાન મથક ગ્રામ પંચાયત પાસે આવેલ પ્રાથમિક શાળાના ઉત્તર તરફ પશ્ચિમ ભાગમાં, આંકલાવ-૨ મતદાન મથક આંકલાવ બસ સ્ટેન્ડ પાસે આવેલ આંકલાવ હાઇસ્કુલમાં સ્માર્ટ કલાસની ડાબી બાજુની રૂમ નંબર.૨૭ ખાતે, આંકલાવ-૧૫ મતદાન મથક ઇન્દિરાનગરીમાં આવેલ પ્રાથમિક શાળાના રૂમ નં. ૫ ખાતે તથા નવાખલ-૦૩ મતદાન મથક નવાખલ પ્રાથમિક શાળાના નવ મકાનમાં રૂમ નં. ૩ ખાતે ઊભા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સખી મતદાન મથકોમાં પ્રત્યેક મતદાન મથક દીઠ એક મહિલા પ્રિસાઇડીંગ ઓફિસર, એક મહિલા આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, બે મહિલા પોલીંગ ઓફિસર તથા એક મહિલા પટ્ટાવાળા તરીકે ફરજ બજાવશે. આ ઉપરાંત સુરક્ષાકર્મી તરીકે પણ પોલીસ-હોમગાર્ડના મહિલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!