BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વર: ક્રાઇમબ્રાન્ચે વાહનોથી ધમધમતા ચૌટાનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી, 2 આરોપીઓની ધરપકડ

 

બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૪૩૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૯૯ હજારનો દારૂ અને કાર મળી કુલ ૩.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
અંકલેશ્વરમાંથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાય
ચૌટાનાકા વિસ્તારમાં પોલીસનું ઓપરેશન
રૂ.3.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
2 આરોપીની પોલીસે કરી ધરપકડ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ચૌટા નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે ખેપિયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી સજોદ ગામમા રહેતો બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલ પોતાની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપી પોતાના માણસ ચિરાગ પ્રજાપતિ થકી નિકોરા ખાતે રહેતો કાલિદાસ વસાવાને ત્યાં ખાલી કરવા મોકલનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે વોચ ગોઠવી હતી.

પોલીસે બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૪૩૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૯૯ હજારનો દારૂ અને કાર મળી કુલ ૩.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચીનાકા સ્થિત વાઘેલાવાડ ખાતે રહેતો ચિરાગ પ્રજાપતિ અને રોહિત વસાવાને ઝડપી પાડ્યો હતો.જયારે બુટલેગર જીતેન્દ્ર પટેલ સહીત કાલીદાસ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!