અંકલેશ્વર ગોલ્ડન સ્કેવેર કોમ્પલેક્ષમાં સ્પાની આડમાં દેહવિક્રયનો વેપલો
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર ના વાલિયા રોડ પર ગોલ્ડન સ્કવેર કોમ્પ્લેક્ષમાં ઓરેન્જ સ્પામાં ધમધમતા દેહ વિક્રયનો પર્દાફાશ જીઆઇડીસી પોલીસ કરીને સંચાલકની ધરપકડ કરી હતી.ગોલ્ડન સ્કવેર કોમ્પલેક્ષમાં ઓરેન્જ સ્પામાં મસાજની આડમાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમી જીઆઇડીસી પોલીસને મળી હતી. સ્પાનો માલિક બહારગામથી યુવતીઓ બોલાવી તેમની પાસે દેહવિક્રય કરાવતો હતો.
પોલીસે દરોડો પાડતાં તેમાંથી સંચાલક અને બહારગામથી આવેલી યુવતીઓ મળી આવી હતી. સંચાલક મહેશ વિલારની ધરપકડ કરીને તેની પાસેથી કુલ રૂપિયા 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે સ્પામાં કામ કરતી યુવતીઓની પોલીસે પૂછપરછ કરીને મુક્ત કરી દીધી હતી. આ યુવતીઓને કયાંથી અને કેવી રીતે બોલાવવામાં આવી હતી તથા ગ્રાહકો પાસેથી કેટલા રૂપિયા લેવાતાં હતાં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ઘણા સ્પામાં મસાજની આડમાં યુવતીઓ બોલાવી તેમની પાસે દેહવિક્રય કરાવવામાં આવે છે.