BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વર: ખરોડ ગામેથી ખાણ ખનીજ વિભાગે માટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યુ, 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સમીર પટેલ, ભરૂચ
ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ.05/02/2025 નાં સવારે 04:00 કલાકે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમ વિસ્તારમા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમ્યાન ખરોડ ગામની સીમમાં ૦૧ (એક) ટાટા હિટાચી મશીન દ્વારા સાદીમાટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી વાહન ટ્રક નંબર-GJ-16-AV-5293 માં સાદીમાટી ખનીજ ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોવાથી કુલ-૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશન પાનોલી ખાતે રાખવામાં આવેલ છે. તેમજ તપાસ ટીમ દ્વારા જગ્યા પર થયેલ ખોદકામ વાળા ખાડાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!