BHARUCHGUJARAT

અંકલેશ્વરવાસીઓ સાવધાન:AQI ચિંતાજનક સ્તરે પહોંચ્યો, તંત્ર દ્વારા GIDCમાં સ્પ્રીંકલ દ્વારા પાણીનો છંટકાવ શરૂ કરાયો

સમીર પટેલ, ભરૂચ

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં એર કવૉલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે ત્યારે, પરિસ્થિતિ વધુ ન કથળે તે માટે નોટિફાઇડ એરીયા ઓર્થોરીટી દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં સ્પ્રીંકલ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
શિયાળો શરૂ થતાની સાથે જ પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. દિલ્હીમાં પ્રદૂષણની માત્રા અતિ ગંભીર પરિસ્થિતિએ પહોંચી છે. જેનું કોર્ટે પણ સંજ્ઞાન લીધું છે ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં પ્રદૂષણની સ્થિતિ વધુ ન કથળે તે માટે નોટિફાઇડ એરીયા ઓથોરીટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ હરકતમાં આવ્યું છે.
નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઇડીસીના રહેણાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જીઆઇડીસીના રહેણાક વિસ્તારોમાં વહેલી સવારે વોટર સ્પ્રિન્કલથી પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રદૂષણના મામલે અંકલેશ્વર જીઆઇડીસી સમયાંતરે વિવાદમાં સપડાતી રહે છે ત્યારે, તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસની અંકલેશ્વરનો AQI એટલે કે એર કવૉલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. અંકલેશ્વનો એક્યુઆઈ બે દિવસથી 200ની ઉપર નોંધાઇ રહ્યો છે ત્યારે, તંત્ર દ્વારા પાણી પહેલાં જ પાળ બાંધવામાં આવી છે. આવનારા સમયમાં સ્થિતિ વધુ ન કથળે તે માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!