BANASKANTHAGUJARAT
રાધનપુર ખાતે શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
રાધનપુર ખાતે શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
રાધનપુર ખાતે શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
નવાબી નગરી રાધનપુરના આંગણે આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ,સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલયના હોલમાં પ્રજાપતિ લક્ષ્મણભાઈ કાનજીભાઈ (એલ. કે.)ના અધ્યક્ષ સ્થાને તા.૦૬/૦૭/૨૦૨૫ ને રવિવાર ના રોજ સવારે યોજાઈ.મંત્રી નથુભાઈ પ્રજાપતિએ પધારનાર મહેમાનોને શાબ્દિક શબ્દો દ્વારા આવકારી કાર્યક્રમની શરૂઆત કરી હતી.ગત તા.૩૦/૦૬/૨૦૨૪ ની સાધારણ સભાની કાર્યવાહી વંચાણે લઈ સને. ૨૦૨૪/૨૦૨૫ના વર્ષના વાર્ષિક હિસાબો નથુભાઈ પ્રજાપતિએ રજુ કરતા ઉપસ્થિત કરીબારીએ હિસાબો મંજુર કર્યા હતા.અધ્યક્ષે જણાવ્યું હતું કે આપણે દક્ષ પ્રજાપતિના વારસો છીએ તેનુ આપણને ગૌરવ છે પ્રજાપતિ સમાજ શૈક્ષણિક, આર્થિક તેમજ રાજકીય ક્ષેત્રે ઉતરોતર પ્રગતિના સોપાન સર કરી સમાજમા એકતા અખંડિતતા રહે અને સહકાર આપવાની અભિલાષા વ્યક્ત કરી હતી.શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ,પૂર્વ પ્રમુખ મંજીભાઈ પ્રજાપતિ,પૂર્વ પ્રમુખ ડી.ડી.પ્રજાપતિ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના પૂર્વપ્રમુખ સોમાભાઈ જે.પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.ભોજન પ્રસાદ મંજીભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ તરફથી આપવામાં આવ્યો હતો.ગોરધનભાઈ-ઉણ, ત્રિભોવનભાઈ -સરકારપુરા,લોટીયા સરપંચ જગમાલભાઈ પ્રજાપતિ,કનુભાઈ બનાસ-થરા, ઉમેશભાઈ-થરા,શિક્ષક ભાવાભાઈ-ધધાણા,ખારિયા પે. કેન્દ્ર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ, સોમાભાઈ-રોઈટા, દલસુખભાઈ -પાટણ,રમેશભાઈ -લાખણી, લાલાભાઈ સિસોદરા,પ્રહલાદભાઈ અરજણસર, દેવરામભાઈ રાધનપુર,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખો,મંત્રીઓ,મંડળના આજીવન સભ્યો,મંડળના હોદેદારો વિશાળ સંખ્યામાં હાજર રહેલ.સદર સભાનું સંચાલન મંડળના મંત્રી પ્રજાપતિ નથુભાઈ હીરાભાઈ એ કરેલ. બપોરે ભોજન લઈ સૌ છૂટા પડ્યા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો .99795 21530