વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૨ જુલાઈ : માંડવી તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોની માનદવેતનથી હંગામી ધોરણે નિમણૂક કરવાની હોય કુલ ૦૯ કેન્દ્રોમાં સંચાલકની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. કેન્દ્ર સંચાલકોની જગ્યા માટે ૨૦ થી ૬૦ વર્ષની વયમર્યાદા અને ધોરણ ૧૦ પાસ હોય એવા ઉમેદવારો અરજી કરી શકશે. આ અરજીઓ તારીખ ૧૧ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં મામલતદારશ્રીની કચેરી માંડવી ખાતે મોકલી આપવાની રહેશે. જેમાં જનકપર કેન્દ્ર નંબર ૧૫૨, રત્નાપર કેન્દ્ર નંબર ૧૦૦, સુમરાવાસ કેન્દ્ર નંબર ૧૬૦, વેકરા-કુમાર કેન્દ્ર નંબર ૧૩૫, ગુંદીયાળી કેન્દ્ર નંબર ૩૩, હુંદરાઈ બાગ કેન્દ્ર નંબર ૨૦, વેકરા કન્યા કેન્દ્ર નંબર ૧૩૬ અને વાડા કેન્દ્ર નંબર ૯૦ ભારાપર ૧ કેન્દ્ર નંબર ૧૪૪ નો સમાવેશ થાય છે તેમ માંડવી મામલતદાર ની અખબારી યાદીમાં જણાવાયું છે.