GUJARATJUNAGADH

૮૭ વિસાવદર મત વિસ્તારની પેટા ચૂંટણી ૨૦૨૫ અન્વયે ૧૯ નોડલ ઓફિસરની નિમણૂંક

૮૭ વિસાવદર મત વિસ્તારની પેટા ચૂંટણી ૨૦૨૫ અન્વયે ૧૯ નોડલ ઓફિસરની નિમણૂંક

મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ૮૭ – વિસાવદર મત વિસ્તારની પેટા ચૂંટણી ૨૦૨૫ની તૈયારીઓ અન્વયે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ૮૭ – વિસાવદર મત વિસ્તારની પેટા માટે ચૂંટણીલક્ષી કામગીરી માટે ૧૯ નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.ચૂંટણી પંચ દ્વારા ૮૭- વિસાવદર મત વિસ્તારની પેટા ચૂંટણી ૨૦૨૫ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ મતદાનની તારીખ ૧૯/૬/૨૦૨૫ છે. ત્યારે ૮૭- વિસાવદર મત વિસ્તારની પેટા ચૂંટણીની કામગીરી સુચારૂ અને અસરકારક રીતે થાય તે માટે ૧૯ નોડલ ઓફિસરશ્રીઓની વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે ફરજ સોંપવામાં આવી છે. આ બેઠકમાં નોડલ ઓફિસરોને જિલ્લા કલેકટરશ્રીએ જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ સાથે જ કલેકટરશ્રીએ આદર્શ આચારસંહિતાની અમલવારી થાય તેમજ ચૂંટણીલક્ષી તમામ કામગીરી ચીવટપૂર્વક અને ગંભીરતાથી કરવા પણ સૂચના આપી હતી. આ ૧૯ નોડલ ઓફિસરની ખર્ચ મોનિટરિંગ, કાયદો અને વ્યવસ્થા જાળવવા, મેનપાવર મેનેજમેન્ટ, બેલેટ પેપર, એમસીસીના અમલીકરણ, ઓબ્ઝર્વર, ટ્રેનિંગ, ઇવીએમ, વીવીપેટ જેવી વિવિધ ચુંટણીલક્ષી કામગીરી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!