વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૨૨, નવેમ્બર : કચ્છ જિલ્લાના રોજગાર વાચ્છુંક ઉમેદવારોને રોજગારી મળે તે માટે જિલ્લા રોજગાર કચેરી, ભુજ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજારના સંયુક્ત ઉપક્રમે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યાઓ મેળવી જિલ્લાકક્ષાના એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં આઇટીઆઇ પાસ, ધોરણ ૧૨ પાસ, ગ્રેજ્યુએટ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે. ઉંમર મર્યાદા ૧૮ થી ૩૫ની રહેશે. આ એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરશે. ભરતીમેળાની તા. ૨૬/૧૧/૨૦૨૪, સમય- સવારે ૧૦ કલાકે, સ્થળ – આઇ.ટી.આઇ અંજાર, અંજાર- ભુજ, બાયપાસ રોડ, અંજાર રહેશે. તેવું આઇ.ટી.આઇ અંજારના આચાર્યશ્રીની અખબારયાદીમાં જણાવાયું છે.