સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે મહેસૂલ કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓ લઈને એક દિવસની માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો.

તા.01/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રાજ્યના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓની છેલ્લા કેટલાક સમયથી પડતર માંગણીઓનો હલ ન આવતા ગત તા. 22મી એપ્રિલે સમગ્ર રાજયની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી કામ કર્યુ હતુ જયારે 30-4ને બુધવારે જિલ્લાના 300થી વધુ કર્મીઓ માસ સીએલ પર ગયા હતા રેવન્યુ કર્મીઓના આંદોલનથી સરકારી કચેરીઓમાં વિવિધ પ્રજાલક્ષી કામગીરી ખોરંભે પડી હતી રાજયમાં આરોગ્ય વિભાગ અને સ્પોર્ટસ શિક્ષકોનું આંદોલન હજુ હમણા જ પુરૂ થયુ છે ત્યારે મહેસુલ વિભાગના કર્મીઓએ આંદોલન માટે બાંયો ચડાવી છે સમગ્ર રાજયની મહેસુલ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મીઓની પ્રવરતા યાદી, જિલ્લા ફેર બદલી, પ્રમોશન, જિલ્લા ફેરબદલીમાં એનઓસીનો નીયમ રદ્દ કરવા સહિતની માંગણીઓ સરકારમાં પડતર છે ત્યારે પ્રશ્નોનો હલ ન આવતા ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા આંદોલનના મંડાણ કરાયા છે જેના ભાગરૂપે સમગ્ર રાજય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 22ના રોજ કલેકટર કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી સહિતની કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ-3 કક્ષાના 300થી વધુ મહેસુલી કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત કર્યો હતો જયારે કલેકટરને આવેદનપત્ર આપી માસ સીએલની ચીમકી અપાઈ હતી તેમ છતાં સરકાર તરફથી કોઈ નીરાકરણ ન આવતા તા. 30મીને બુધવારે જિલ્લાના મહેસુલી કર્મીઓ માસ સીએલ પર ગયા હતા તેમજ જિલ્લા કલેકટર કચેરીના કેમ્પસમાં કચેરી શરૂ થવાના સમયે સુરેન્દ્રનગર જિલ્લા મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ હરદેવસીંહ પઢીયાર, મહામંત્રી અનીરૂધ્ધસીંહ ચાવડા, સંગઠન મંત્રી બી. એમ. ત્રમટા સહિતનાઓએ શેડ નીચે આસન જમાવ્યુ હતુ પોતાની માંગણીઓ પુરી થાય તેવી માંગ કરી હતી કર્મીઓના માસ સીએલ પર જવાથી સરકારી કચેરીઓમાં અને ખાસ કરીને જન સેવા કેન્દ્રોમાં આવકના દાખલા, જાતીના દાખલા, ઈ-ધરાની નોંધ, ઈ-કેવાયસી, રેશનકાર્ડ સહિતની કામગીરી ખોરંભે પડી હતી.



