ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : LCBએ જાબચીતરીયાની મહિલા બુટલેગરના ઘરે ત્રાટકી 99 બોટલ દારૂ ઝડપ્યો,અન્ય એક મારામારીના ગુન્હાના આરોપીને દબોચ્યો       

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCBએ જાબચીતરીયાની મહિલા બુટલેગરના ઘરે ત્રાટકી 99 બોટલ દારૂ ઝડપ્યો,અન્ય એક મારામારીના ગુન્હાના આરોપીને દબોચ્યો

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ પ્રોહિબિશનની સખ્ત અમલવારી માટે અને નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી જીલ્લામાં સતત દોડાદોડી કરી રહી છે શામળાજી નજીક જાબચીતરીયા ગામમાં મહિલા બુટલેગરના ઘરે વિદેશી દારૂના અડ્ડાનો જીલ્લા એલસીબીએ શામળાજી પોલીસને ઉંઘતી રાખી પર્દાફાશ કરી ઘરના પાછળના ભાગે સંતાડેલ 14 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર બુટલેગર લક્ષ્મી પટેલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા મેઘરજ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુન્હામાં 6 મહિનાથી વોન્ટેડ આરોપી સુરપાલ વાદીને મોડાસા શહેરના હજીરા વિસ્તારમાંથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા જાબચિતરીયા ગામમાં લક્ષ્મીબેન મહેશ પટેલ ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતી હોવાની બાતમી મળતા તાબડતોડ મહિલા બુટલેગરના ઘરે ત્રાટકતા પોલીસ રેડ જોઈ મહિલા બુટલેગર ફરાર થઈ જતા પોલીસે તેના ઘરની તલાસી લેતા ઘરમાંથી વિદેશી દારૂ અને બિયર બોટલ નંગ- 99 કિંમત રૂ.14470/-નો જથ્થો જપ્ત કરી ફરાર મહિલા બુટલરગર સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા એલસીબીએ જાબચિતરીયા ગામમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડાને ઝડપી પાડતા શામળાજી પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનમાં પેટ્રોલિંગ હાથધરતાં મેઘરજ પોલિસ સ્ટેશનમાં મારામારીના ગુન્હામાં છેલ્લા 6 મહિનાથી મેઘરજ પોલીસને હાથતાળી આપનાર વોન્ટેડ આરોપી સુરપાલ જયંતી વાદી (રહે,ધનીવાડા,ભેમાપુર-મેઘરજ) હજીરા ત્રણ રસ્તા તરફ ચાલતો ચાલતો આવતો હોવાની બાતમી મળતા હજીરા ત્રણ રસ્તા વિસ્તારમાં વોચ ગોઠવી કોર્ડન કરી ઝડપી પાડી મેઘરજ પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!