
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલની બદલી, નવા ચીફ ઓફિસર તરીકે મનોજ સોલંકી

ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે તહેવારોની સીઝન પહેલા ચીફ ઓફિસરની બદલીનો ગંજીપો ચિપ્યો છે રાજ્ય સરકારે એક ઝાટકે 25 ચીફ ઓફિસરની બદલી કરી દેતા અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલની ધ્રાંગધ્રા નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ગાંધીનગર પ્રાદેશિક કમિશ્નર મ્યુન્સિપલ્ટી ફરજ બજાવતા મનોજ સોંલકીની નિમણુંક કરવામાં આવી છે મોડાસા નગરપાલિકા પાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલના શહેરની સમસ્યાઓનુ ત્વરિત સમાધાન કરવા માટે જાણીતા હતા તેમના મિલનસાર સ્વભાવથી સામાન્ય નાગરિકો પણ રજુઆત કરવા ખચકાટ વગર કરી શકતા હતા રાજ્યના શહેરી વહીવટી તંત્રમાં સરકારે મોટો ઉલટફેર કર્યો છે



