ARAVALLIBAYAD

બાયડ ખાતે ભીખુસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

કિરીટ પટેલ બાયડ

ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં બાયડ ખાતે કુમાર છાત્રાલયમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

ભીખુસિંહે સંબોધન કરતા જણાવ્યું; ભારત પાસે આજે વિશ્વમાં સૌથી વધુ યુવા શક્તિ છે. યુવાનો જોશથી ભરેલા હોય છે. યુવા વસ્તીનો અર્થ કાર્યશીલ વસ્તી એવો પણ થાય. એટલે કે આજે ભારતમાં નાના બાળકો અને અકાર્યશીલ એવા વૃદ્ધો કરતાં યુવાનોની સંખ્યા પ્રમાણમાં વધારે છે. આંખોમાં આશાઓ અને નવા નવા સપના સાથે ઉડાન ભરતા આજના યુવાનોના મનમાં કંઈક નવું કરવાની ભાવના હોય છે. યુવાઓમાં એમના સપના પૂરા કરવાની તાકાત અને આખી દુનિયાને પોતાની મૂઠ્ઠિમાં કરવાનું સાહસ હોય છે. આ જ સાહસ અને પ્રબળ ઇચ્છશક્તિને કારણે જ એમને યુવાન કહેવાય છે. યુવાનીમાં જ આપણે આપણી છબી એવી શ્રેષ્ઠ બનાવી દેવાની કે જેથી પાછળ જતા પસ્તાવો ના થાય. યુવાન તરીકે આપણા ફેમિલી, સમાજ, દેશ માટે એવા કાર્યો કરવા કે જે આપણા જીવનનો વિકાસ કરે છે. જેથી કરીને આવનાર ભવિષ્યમાં બધા આપણને આદર્શ બનાવે.’

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોર્ચા પ્રમુખ ગૌતમ ગેડિયાએ આજના યુવાધનને સમાજ માટે આગળ આવીને વિકાસ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વંચિતો માટેની યોજનાઓ જાણીને અભ્યાસ કરીને સમાજને સાચી દિશામાં આગળ વધારવાનું ઉમદા પગલું ભરવા માટે વિધાર્થીઓને પ્રેરિત કર્યાં.વડાપ્રધાન અને મુખ્યમંત્રી અનેક યોજનાઓ થકી નવા આયોજનોથી આજની યુવા પેઢીને નવા આયામોથી સજ્જ કરવા માંગે છે. જેનાથી દરેક યુવાન તે લાભ મેળવે તેવુ સૂચન કર્યુ.

બાયડ ખાતે છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિકસિત ભારત,આજનું ભારત,ભારત દેશના વિકાસ જેવા અનેક વિષયો ઉપર સંવાદ યોજાયો હતો.
બાયડ ખાતે યુવા સવાંદ કાર્યક્રમમાં બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા,ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોર્ચા પ્રમુખ ગૌતમ ગેડિયા,બાયડ નગરપાલિકા પ્રમુખ,સાબરકાંઠા લોકસભા પ્રભારી નટુંભાઈ પરમાર,સાબરકાંઠા પ્રભારી કેવલભાઈ વણકર,અનુસુચિત જાતિ મોર્ચો અરવલ્લી પ્રમુખ દિનેશભાઈ ,અન્ય સામાજિક પદાધિકારીઓ તેમજ બાયડ છાત્રાલયના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!