ARAVALLIMEGHRAJ

અરવલ્લી : મેઘરજમાં પતિ બાઇક લઇ ભર બજારમાં પત્ની પાસે પંહોચી જાહેરમાં તલાક આપી દીધા,વધુ એક ત્રિપલ તલાકની ઘટના       

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મેઘરજમાં પતિ બાઇક લઇ ભર બજારમાં પત્ની પાસે પંહોચી જાહેરમાં તલાક આપી દીધા,વધુ એક ત્રિપલ તલાકની ઘટના

પતિએ પત્નીને મારે તને રાખવી નથી કહી માર મારી બિભસ્ત ગાળો બોલતો હોવા છતાં પત્ની ઘર સંસાર ન તૂટે એટલે ત્રાસ સહન કરતી

મેઘરજમા પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરીને ત્રિપલ તલાક આપનાર પતિ સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ત્રણ તલાકનો કાયદો હોવા છતાં ત્રણ તલાકની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી.અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં રહેતા યુવકે તેની પત્નીને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાન કરતા તેના ભાઈઓ સાથે રહેતી હતી પરણિત મહિલા ત્રણ મહિના અગાઉ મોડાસા દરગાહ પરથી પરત મેઘરજ તેના ઘર તરફ ચાલતી પસાર થતાં બજાર નજીક તેનો પતિ બાઇક લઈને પંહોચી ત્રણ વખત તલાક તલાક બોલી ફરાર થઈ જતા મહિલા ચોંકી ઊઠી હતી અને મહિલાના પિયરપક્ષના લોકોને ઝગડો કરી મારી નાખવાની ધમકી આપતો હોવાથી પોલીસે ત્રિપલ તલાકનો ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

મેઘરજમાં જુમ્મા મસ્જિદ પાસે રહેતી અંજુમબેન મુસાભાઈ મોડાસિયાના લગ્ન સામાજીક રીતરિવાજ મુજબ મેઘરજના પાછલા રોડ પર રહેતા વસીમ ઇશાક પટેલ સાથે થયા હતા પત્નીને શરૂઆતમાં સારું રાખ્યા પછી વસીમ પટેલ મારે તને રાખવી નથી કહી સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવા છતાં મહિલા ઘરસંસાર નિભાવવા સહન કરતી હતી વસીમ પટેલે તેની પત્નીને મારામારી ગાળો બોલી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી અને ફરીથી આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા ફફડી ઊઠી હતી

અંજુમબેન મોડાસા પતિના અસહ્ય ત્રાસના પગલે તેમના ભાઈઓના ઘરે રહેવા આવી ગયા હતા તેમ છતાં વસીમ પટેલ તેની પત્ની અને સાળાઓ સાથે ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો રહેતો હતો અંજુમબેન ત્રણ મહિના અગાઉ મોડાસા દરગાહ ગયા પછી મેઘરજ પરત ફરી બજારમાંથી ચાલતા-ચાલતા ઘરે જતા હતા ત્યારે તેમનો પતિ વસીમ બાઇક લઇ બજારમાં તેમની પાસે પહોચી ભર બજારમાં તલાક તલાક તલાક બોલી જતો રહ્યો હતો અંજુમબેન ત્રિપલ તલાક સાંભળી ડઘાઈ ગયા હતા અને તેમના પરિવારજનોને જાણ કરી હતી પતિનો અસહ્ય ત્રાસ છતાં તેમનો પતિ તેમને પરત લઇ જશેની આશા ઠગારી નીવડતા મેઘરજ પોલીસે ગુન્હો વસીમ ઇશાક પટેલ સામે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!