અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
આરોગ્ય વિભાગ દ્વારા એડલ્ટ BCG વેક્સિનેશનનો જીલ્લા કક્ષાનો વર્કશોપ યોજવામાં આવ્યો.
આરોગ્ય વિભાગ દ્વારા અરવલ્લી જીલ્લાના તાલુકા હેલ્થ ઓફિસર અને મેડીકલ ઓફીસરનો એડલ્ટ બીસીજી વેકસીનેશનનો જીલ્લા કક્ષાનો વર્કશોપ જીલ્લા પંચાયત અરવલ્લી સભાખંડ ખાતે યોજવામાં આવ્યો. આ વર્કશોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાત ડો. જયદીપ ઓઝા અને ડો.હાર્દિક નકશીવાલા એ હાજર રહીને સમગ્ર કાર્યક્રમની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થકી ઝીણવટભરી સમજુતી આપી અને આ કાર્યક્રમ કઈ રીતે પ્રધાનમંત્રી ટી.બી.મુકત ભારતના લક્ષ્યને હાસલ કરવામાં મદદરૂપ થશે તેની માહિતિ આપી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા અધિકારી ડો.એમ.એ.સીદ્દીકી,જીલ્લા ક્ષય અધિકારી ડો.આશિષ નાયક,અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ એચ.પરમાર સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
આ પાયલોટ પ્રોજેકટ અરવલ્લી, ખેડા, નર્મદા અને પોરબંદર જિલ્લામાં હાથ ધરવામાં આવશે. જેના પરીણામોની સમીક્ષા બાદ બાકી રહેલ જિલ્લા માટેની પોલીસી બનશે. આ પાયલોટ પ્રોજેકટ હેઠળ ચોકકસ ક્રાઇટેરીયામાં આવતા ૧૮ વર્ષ અને ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો કે જેઓને છેલ્લા ૫ વર્ષમાં જેને ટી.બી. થયેલ હોય, ૬૦ વર્ષથી વધુ વર્ષની ઉંમર હોય,ભુતકાળમાં ધુમપાન કરેલ હોય કે હાલમાં કરતા હોય અથવા તો પોતે ધુમપાનની કબુલાત કરે, ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી નિક્ષય પોર્ટલ પર નોંધાયેલ ટી.બીના દર્દીના નજીકના સંર્પકમાં આવતા તમામ, ડાયબીટીસની બિમારી ધરાવતા હોય, જેનો બોડી માસ ઇન્ડેક્ષ (બીએમઆઈ) (વજન ઉંચાઈ ગુણોતર) ૧૮ કરતા ઓછો હોય તેવા નાગરિકોને જમણા હાથે બીસીજી ની રસી આપવામાં આવશે.જેઓનું અગાઉથી રજીસ્ટેશન ભારત સરકારના આરોગ્ય વિભાગના પોર્ટલ TB-WIN પર કરવામાં આવશે. સેશનના સ્થળે સ્પોટ નોંધણી કરીને પણ રસી મૂકી આપવામાં આવશે.