અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના બાંઠીવાડા બોગા ગામે સેલ મારતાં ની સાથે જ કારમાં આગ ભભૂકી ઉઠી
આમતો કારમાં અચાનક આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે અને આવી ઘટના ને પગલે કેટલીક વાર જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે ફરી એક વાર કારમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે
મેઘરજ તાલુકાના બાંઠીવાડા બોગા ગામે કાર ચાલાકે પોતાની ઘર આગળ મુકેલી કારમાં સેલ મારતાં ની સાથે જ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેમાં ચાલકની સમય સૂચકતા દાખવી બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો હતો પોતાની કારના માલિક મિસ્ત્રી ડામોર ગોપાલ ભાઈ કાર માંથી કૂદી જતાં તેમનો બચાવ થયો હતો આગે કારને ઝપટમાં લઇ લેતા કાર સંપૂર્ણ સરગી ગઈ હતી એકા એકા પરિજનો એ કાર માં લાગેલી આગ પર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો