અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અધધધ..કરોડોની સ્કીમ..!! : ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા સહીત અનેક જગ્યાએ BZ Group ની ઓફિસો સહીત ઇલેક્ટ્રિક શોપો પર ગાંધીનગર CID ક્રાઈમની તપાસ
માલપુરમાં મયુર દરજી નામના એજન્ટ ની ઓફિસે થી દસ્તાવેજો સહીત અનેક સામગ્રી એકઠી કરાઈ, CID એ મયુર દરજી ની પુછપરછ હાથ ધરી
મળતી માહિતી અનુસાર તેમજ લોક ચર્ચા એ જાણવા મળ્યું હતું કે ગુજરાત રાજ્ય સી.આઇ.ડી.ક્રાઇમને એક નનામી અરજી મળેલ હતી જેમાં BZFinancial Services તથા BZ Group ની અલગ અલગ કંપનીઓના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા,રહેવાસી-ઝાલાનગર વાગડી, સાબરકાંઠાએ તેના મળતીયાઓ સાથે ભેગા મળી ગુજરાત રાજયના રોકાણકારો સાથે છેતરપીંડી અને ઠગાઇ કરવાનાઇરાદે એક સુવ્યવસ્થિત કાવતરુ રચી,ગુજરાત તથા રાજેસ્થાનમાં અલગ અલગશ હેરોમાં બ્રાન્ચો ખોલી તે ઓફિસ/બ્રાન્ચો મારફતે રાષ્ટ્રિયકૃત બેન્કો તેમજ અન્ય નાણાકિય સંસ્થા કરતા વધુ ઉંચા વળતરની જાહેરાતો આપી રોકાણકારોને પ્રલોભન આપી BZ Group ની અલગ અલગ શાખાઓ મારફતે કરોડો રૂપિયાનું રોકાણકારો પાસે ગેરકાયદેસર રીતે નાણા ઉધરાવી લીધેલ હોય,BZ Group સાથે સંકળાયેલ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત મળેલ હતી.જે આધારે સી.આઇ.ડી.ક્રાઇમ દ્વારા BZGroupની બ્રાન્ચ/ઓફીસ (૧) રણાસણ,તાતલોદ (૨) હિંમતનગર (૩) વિજાપુર (૪) મોડાસા (૫) ગાંધીનગર(૫) વડોદરા(૬) માલપુર જીલ્લો અરવલ્લી ખાતે સી.આઇ.ડી.ક્રાઇમના કુલ-૭ પોલીસ ઇન્સ્પેકટર તથા૫૦ પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા BZ Financial Servicesનીઓફીસોમાંથી કોમ્પ્યુટર,લેપટોપ,પ્રિન્ટર,કેશ વાઉચર,રોકાણકારો સાથે કરેલ એગ્રેમેન્ટની નકલો,એપ્લીકેશન ફોમ,એફ.ડી ફોમ,રીન્યુઅલ ફોમ,એએડવાન્સ એમાઉન્ટ ફોમ,વિડ્રોઅલ ફોમ,રોકાણકારોના રોકાણ બાબતેના ચોપડા જેવુ સાહિત્યમોટા પ્રમાણમાં મળી આવેલ હોય,આ સાહિત્ય કબજે કરી સી.આઇ.ડી.ક્રાઇમે તપાસ હાથ ધરેલ છે.હવે જોવાનું એ રહ્યું કે શું તટસ્થ તપાસ થશે કે નહિ..? અને થાય તો ગુન્હેગાર જે પણ હોય એની સામે પગલાં લેવાશે કે નહિ..? જેવા અનેક સવાલો હાલ લોકોના મૂખે ચર્ચાઈ રહ્યાં છે.. આ સમગ્ર બાબતે વાત્સલ્યમ સમાચાર દ્વારા હાલ ચાલી રહેલી ચર્ચાઓ આધારિત તેમજ તપાસ ને લઇ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે