ARAVALLIMODASA

અરવલ્લી | ભાજપે 5 આગેવાન-કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી | ભાજપે 5 આગેવાન-કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના મામલે ભાજપ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારો સામે અન્ય પક્ષ અથવા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવી તેમજ પ્રચાર-પ્રસાર કરવો પાર્ટી શિસ્તના ભંગ તરીકે ગણાતા, આવા 5 કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પ્રદેશ ભાજપના આદેશ મુજબ અરવલ્લી જિલ્લાના બાયડ, માલપુર અને મેઘરજ તાલુકાના કુલ 5 આગેવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ કાર્યકરોને 6 વર્ષ માટે પાર્ટીના પ્રાથમિક તેમજ સક્રિય સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ કરાયેલા આગેવાનોની યાદી:

બાયડ તાલુકો: પ્રવિણસિંહ ગોકળસિંહ પરમાર (ઉપપ્રમુખ)

માલપુર તાલુકો: ગલાજી ચંદુજી કોટવાળ (પૂર્વ ઉપપ્રમુખ)

માલપુર તાલુકો: બિપીન કાંહ્યાભાઈ પટેલ (સક્રિય કાર્યકર)

મેઘરજ તાલુકો: હિરાભાઈ માલાભાઈ ડામોર (ઉપપ્રમુખ)

મેઘરજ તાલુકો: રમણભાઈ સોમાભાઈ ખાંટ (મહામંત્રી, બક્ષિપંચ મોરચો)

પક્ષે સ્પષ્ટ કર્યું છે કે શિસ્તભંગ સહન કરવામાં નહીં આવે અને પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે કામ કરનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે.ચૂંટણી દરમિયાન પક્ષની અંદરની ગતિવિધિઓ હવે રાજકીય ગરમાવો વધારશે તે નિશ્ચિત છે.

Back to top button
error: Content is protected !!