ARAVALLIMODASA

અરવલ્લી: મહેર સાગર ચેરિટેબલ ટ્રસ્ટે પ્રણામી સમાજના તેજસ્વી તારલાઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: મહેર સાગર ચેરિટેબલ ટ્રસ્ટે પ્રણામી સમાજના તેજસ્વી તારલાઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન્યા

મહેર સાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અડસઠ બારીશ પરગણા પ્રણામી સમાજના તેજસ્વી તારલાઓ, સરકારી નોકરી પ્રાપ્ત કરનાર તથા સરકારી નોકરીમાં બઢતી મેળવનાર અધિકારીઓનો સન્માન સમારોહ મોડાસા શહેરના પાલનપુર વિસ્તારમાં આવેલ સુંદરસાથ સેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલ પરિસરમાં યોજાયો હતો આ સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રણામી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સુંદરસાથ સેવા ટ્રસ્ટનો ખૂબ જ ઉમદા સહયોગ પ્રાપ્ત થયો હતો

મોડાસા શહેરના પાલનપુર ગામ નજીક આવેલ સુંદરસાથ સેવા ટ્રસ્ટ હોસ્ટેલ પરિસરમાં રવિવારે મહેર સાગર ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રણામની સમાજના ધો.૧૦ અને ૧૨માં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓ,શિક્ષણક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ,સરકારી નોકરીમાં નવીન નિમણૂક પામેલા અને સરકારી નોકરીમાં બઢતી મેળવનાર ક્લાસ-૧ અને ક્લાસ-૨ અધિકારીઓને સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ સન્માન કાર્યક્રમમાં ડૉ.ડી.ડી.કાપડિયા (સચિવ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર),પૂર્વ કલેક્ટર સતીશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા .મુખ્ય મહેમાન ભગુભાઈ પ્રણામી ,ભોજન ના દાતા દિનેશભાઈ મકવાણા કુડોલ અને નવીનભાઈ વણકર દધાલીયા તેમજ આમંત્રિત મહેમાનો, ટ્રસ્ટીઓ અને મેહર સાગર ચેરી ટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોદરભાઈ ડી વણકર, મંત્રી અરવિંદભાઈ ડી સુતરીયા, ઉપ પ્રમુખ ડૉ.મનહરલાલ પ્રણામી, સહમંત્રી પ્રવીણભાઈ પ્રણામી,આંતરિક ઓડિટર અરવિંદભાઈ પ્રણામી અને મેહર સાગર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીગણ અને હોદ્દેદારો ધ્વારા સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પ્રણામી સમાજના ગામે ગામ આમંત્રણ આપી સૌને આવકાર્ય હતા. આ સુંદર કાર્યક્રમમાં મોટી સંખ્યા માં લોકો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. આ સુંદર સફળ આયોજન ની આભાર વિધિ કાંતિભાઈ વણકરે કરી હતી. મહેરસાગર ચેરિટેબલ ટ્રસ્ટ અને સુંદરસાથ સેવા ટ્રસ્ટની પ્રણામી સમાજે સરાહના કરી હતી

Back to top button
error: Content is protected !!