ARAVALLIMEGHRAJMODASA

રેલ્લાવાડા – પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ, રેલ્લાવાડા- મોડાસા માર્ગ પર વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

રેલ્લાવાડા – પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ, રેલ્લાવાડા- મોડાસા માર્ગ પર વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ

અરવલ્લી જિલ્લામાં પ્રથમ જ વરસાદે માર્ગ અને ડ્રેનેજ વ્યવસ્થાની સ્થિતિ સામે આવી છે જેમા. રેલ્લાવાડા થી મોડાસા તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રેલ્લાવાડા ખાતે મોડાસા રોડ પર જલારામ પેટ્રોલ પંપ નજીક નવીન બની રહેલી પોલીસ લાઇનની બાજુમાં રોડ પર ઢીંચણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માર્ગ પર પાણી ભરાતા વાહનોની અવરજવર પ્રભાવિત બની હતી અને અનેક વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ચોમાસાની શરૂઆત પહેલાં તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવે છે તેના પર અનેક સવાલો ઉભા થયા છે જ્યાં કામગીરી થઈ હોવાના દાવા  ખોટા સાબિત થયા હોય તેવો ઘાટ છે, પરંતુ પ્રથમ જ વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જતાં આ કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.રસ્તા પર પાણી ભરાવાને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. લોકોએ તંત્ર પાસે વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક આયોજન કરવાની અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. પ્રથમ જ વરસાદે સર્જાયેલી સ્થિતિએ માર્ગ વ્યવસ્થા અને પ્રિમોન્સૂન કામગીરીની અસરકારકતા અંગે ચર્ચા જગાવી છે.

Back to top button
error: Content is protected !!