ARAVALLIBHILODAMODASA

અરવલ્લી : રાજકીય ખુરશીનો મોહ તૂટ્યો — પૂર્વ IPS મનોજ નિનામાની ઓડ બેઠક પર કરૂણ હાર, કોંગ્રેસના ઉમેદવાર વિજેતા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : રાજકીય ખુરશીનો મોહ તૂટ્યો — પૂર્વ IPS મનોજ નિનામાની ઓડ બેઠક પર કરૂણ હાર, કોંગ્રેસના ઉમેદવાર વિજેતા

અરવલ્લી જિલ્લામાં પંચાયત ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બની રહેલી ઓડ જિલ્લા પંચાયત બેઠક પર પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાને કરૂણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. રાજકારણમાં પ્રવેશ મેળવવા માટે તેમણે અચાનક IPS પદેથી રાજીનામું આપીને ભાજપમાંથી ઉમેદવારી સ્વીકારી હતી, પરંતુ પ્રથમ જ ચૂંટણીમાં હાર મળતા તેમની રાજકીય સફર પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.નવરચિત શામળાજી તાલુકાની આ મહત્વપૂર્ણ બેઠક પર કુલ ચાર ઉમેદવારો મેદાને હતા, જેમાં BAP, AAP, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે ચોરસ જંગ જામ્યો હતો. પરિણામે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોદરભાઈએ જોરદાર જીત નોંધાવી છે. તેમણે કુલ 6828 મત મેળવ્યા હતા, જ્યારે ભાજપના મનોજ નિનામાને 4049 મત મળ્યા હતા. આ રીતે 2779 મતની લીડ સાથે કોંગ્રેસે બેઠક કબજે કરી છે.આ જીત સાથે ઓડ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો દબદબો સ્પષ્ટ બન્યો છે. બીજી તરફ, પૂર્વ IPS મનોજ નિનામા માટે આ હાર તેમની રાજકીય કારકિર્દી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!