અરવલ્લી – SMCનો મોટો સપાટો: ધનસુરા પાસે 8 લાખથી વધુના દારૂ સાથે ઇનોવા કાર ઝડપી – 2 ઝડપાયા, રેલ્લાવાડા ચેપોસ્ટ થી 3 કિમી દૂર અંતરે વિરપુર-હિમ્મતપુર થી દારૂ ભરવામાં આવ્યો હોવાનું તપાસમાં ખોલ્યું
ઈસરી, મોડાસા ટાઉન, ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂની ગાડી પસાર થઈ છતાં પોલીસને ગંધ ના આવી, દરરોજ ખુલ્લેઆમ ગાડીઓ પસાર થતી હોવાની વાતો વહેતી થઈ

અરવલ્લી
અહેવાલ

ચૂંટણી સમયે દારૂની લાઇનો માટે કોણે આપી દીધી લીલી ઝંડી..? ખુલ્લે આમ દારૂની હેરાફેરી છતાં જવાબદાર પોલીસ નિશબ્દ બની ગઈ..?
અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પ્રોહિબીશન મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તા. 19 એપ્રિલ 2026ના રોજ મળેલી બાતમીના આધારે ટીમે ધનસુરા સિક્કા ચોકડી નજીક વોચ ગોઠવી હતી. સાંજે મોડાસા તરફથી આવતી શંકાસ્પદ ઇનોવા કારને રોકી તપાસ કરતાં મોટી માત્રામાં પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટોયોટા ઇનોવા ક્રીસ્ટા (નં. GJ-04-CJ-7737)માંથી કુલ 3,209 નાની-મોટી બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા હતા. કારમાં સવાર બે શખ્સોને સ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં રાજેશભાઈ મંગળાભાઈ ડામોર (તા. કડાણા, જી. મહિસાગર) અને મુકેશભાઈ દેવાભાઈ ડામોર (તા. શીમલવાડા, જી. ડુંગરપુર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસે દારૂ માટે કોઈ પાસ-પરમિટ ન હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે અંદાજે રૂ. 8 લાખથી વધુનો દારૂ, રૂ. 15 લાખની ઇનોવા કાર, બે મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 23,08,149નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ રાજસ્થાન બોર્ડર નજીક વિરપુર-હિમ્મતપુર વિસ્તારમાંથી દારૂ ભરી ગુજરાતમાં સપ્લાય કરવા લઈ જઈ રહ્યા હતા. સમગ્ર ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણી પણ સામે આવી રહી છે.આ મામલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ફરાર આરોપીઓ તેમજ દારૂ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય ઇસમોની શોધખોળ શરૂ કરી છે.