ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લામાં આયુષ્યમાન આરોગ્ય મંદિર-મઉને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટીફિકેટ એનાયત કરાયું.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં આયુષ્યમાન આરોગ્ય મંદિર-મઉને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટીફિકેટ એનાયત કરાયું.

દિલ્હી NHSRCની ટીમ દ્વારા અરવલ્લી જીલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિર-મઉ ને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે. દિલ્લીની ટીમ દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર-મઉ નું એસેસમેન્ટ કરાયા બાદ ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓને લઇને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

જીલ્લા વિકાસ અધિકારીદીપેશ કેડિયા અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એમ.એ.સિદ્દીકીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરનું દિલ્હી NHSRC ની ટીમ દ્વારા NQAS એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપ આયુષ્યમાન આરોગ્ય મંદિર-મઉ ને 92.2 % સ્કોર મેળવતાં નેશનલ લેવલનું આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે.

અરવલ્લી જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉ. રાજીવ બરંડા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. વિમલ ખરાડી અને મેડિકલ ઓફિસર ડૉ.અરવિદ ચૌધરી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર-મનીષા સોલંકી સહિત કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ ધ્યાને લઈ આ સિદ્ધિ મળી છે.આ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સગર્ભા માતાની પ્રસૂતિ તથા પ્રસૂતિ પછીની સંભાળ, નવજાત શિશુની સારસંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર-કિશોરીની પૂરતી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ, રોગચાળા દરમિયાન આપવાની થતી સેવાઓ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ તેમજ ઓપીડીની સેવાઓ, ડિલિવરીની સેવાઓ સહિત તમામ આરોગ્યલક્ષી સેવાઓમાં ક્વોલિટીના ૧૨ માપદંડો ચકાસી અરવલ્લી જીલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિર-મઉ ને NQAS National Level Certificate એનાયત કરાયું છે.આયુષ્યમાન આરોગ્ય મંદિર-મઉ ને રાષ્ટ્રીય કવોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ અને એવોર્ડ મળતા વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો બહોળો લાભ મળી રહેશે.

Back to top button
error: Content is protected !!