
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી તાલુકાની ૧૬-વાંદિયોલ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર ગીરીશભાઈ પટેલનો ભવ્ય વિજય

નવીન જાહેર થયેલ શામળાજી તાલુકાની ૧૬-વાંદિયોલ તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય અને કર્મઠ ઉમેદવાર ગીરીશભાઈ હરિભાઈ પટેલનો ભવ્ય વિજય થયો છે. મતદારોએ ભાજપના વિકાસની રાજનીતિ પર મહોર મારતા ગીરીશભાઈ પટેલે ૨૦૦૦ મતોની જંગી લીડ સાથે શાનદાર જીત મેળવી છે.જનતાનો વિશ્વાસ અને વિકાસની જીત ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ વાંદિયોલ બેઠક પર ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગીરીશભાઈ પટેલની આ જીતને મતદારોનો ગીરીશભાઈ પર નો અતૂટ વિશ્વાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના વિકાસ કાર્યોની જીત તરીકે જોવામાં આવી રહી છે.પોતાની આ જીત બાદ ગીરીશભાઈ પટેલે વાંદિયોલ બેઠકના તમામ મતદારો, અને રાત-દિવસ મહેનત કરનારા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આ જીત વાંદિયોલ તાલુકા પંચાયત બેઠકની જનતાની જીત છે. લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે, તે વિશ્વાસ પર ખરા ઉતરીને વિસ્તારના વિકાસના કામોને વેગ આપવો એ મારી પ્રાથમિકતા રહેશે.”વિજય બાદ સમગ્ર વિસ્તારમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું,





