
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં કોંગ્રેસનો દબદબો: રેલ્લાવાડા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર બબુબેન તળારની 903 મતોથી ભવ્ય જીત

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે મજબૂત પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને શણગાલ જિલ્લા પંચાયત હેઠળ આવેલી પાંચ તાલુકા પંચાયતોમાંમાંથી ચાર પર કોંગ્રેસે સત્તા કબજે કરી પોતાનો દબદબો સાબિત કર્યો છે.રેલ્લાવાડા તાલુકા પંચાયતની ઓઢા બેઠક પર કોંગ્રેસ પક્ષ દ્વારા બબુબેન બચુભાઈ તળારને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ચૂંટણીમાં તેમણે ભાજપના ઉમેદવાર મનીષાબેન મણિલાલ ખાંટ સામે જોરદાર ટક્કર આપતા અંતે ભવ્ય વિજય મેળવ્યો છે.મતગણતરી મુજબ બબુબેન તળારે કુલ 2106 મત મેળવ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર સામે તેમણે 903 મતની લીડ સાથે જીત મેળવી હતી. આ જીતને કારણે કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને વિસ્તારમાં જીતની ઉજવણી કરવામાં આવી હતી.સ્થાનિક સ્તરે કોંગ્રેસના વધતા પ્રભાવને આ પરિણામ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.





