ARAVALLIMEGHRAJMODASA

મેઘરજના જાલમપુર ખાતે કોંગ્રેસનો શુભેચ્છા સમારોહ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના જાલમપુર ખાતે કોંગ્રેસનો શુભેચ્છા સમારોહ યોજાયો

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જાલમપુર ગામે કોંગ્રેસ પક્ષ દ્વારા શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયતની 6-ગેડ સીટ પર કોંગ્રેસના વિજયને લઈને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયત સદસ્ય જયેશભાઈ વી. અસારી દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહમાં શણગાલ જિલ્લા પંચાયત સદસ્ય બળવંતસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા પ્રતિનિધિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે તાલુકા ભરના કોંગ્રેસના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનોએ સંગઠનની એકતા અને મજબૂતાઈ પર ભાર મૂકતાં આગામી સમયમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું.જાલમપુર ખાતે યોજાયેલા આ શુભેચ્છા સમારોહમાં રાજકીય અને સામાજિક આગેવાનોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી, જેના કારણે કાર્યક્રમને વિશેષ મહત્વ પ્રાપ્ત થયું હતું.

Back to top button
error: Content is protected !!