
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
*અરવલ્લી જિલ્લામાં માલપુરના (VB G RAM G )યોજનામાં ૧૨૫ દિવસની રોજગારી મળતાં માલપુરના લોકોના ચહેરા પર આનંદ અને આભાર*
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની( VB G RAM G )યોજના હેઠળ હવે ૧૦૦ દિવસના બદલે ૧૨૫ દિવસની વધારાની રોજગારી મળવા માંડી છે.આ વધારાના ૨૫ દિવસની રોજગારીથી સ્થાનિક ખેડૂતો, મહિલાઓ અને યુવાનોમાં ખુશી છવાઈ ગઈ છે. ઘરની આવકમાં વધારો થતાં પરિવારોનું જીવનસ્તર સુધરી રહ્યું છે. લોકો સરકારનો આભાર વ્યક્ત કરતાં કહે છે કે, “આ વધારાના દિવસો અમારા માટે વરદાન સમાન છે. અમે હવે વધુ સમય સુધી કામ કરી શકીએ છીએ અને પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ.”

VB G RAM G યોજના એ કેન્દ્ર સરકારની નવી ગ્રામીણ રોજગાર યોજના છે, જેનું પૂરું નામ વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી છે. આ યોજના મનરેગાને બદલે અમલમાં આવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિકસિત ભારત @૨૦૪૭ના દ્રષ્ટિકોણ સાથે સુસંગત રીતે દરેક ગ્રામીણ પરિવારને વાર્ષિક ૧૨૫ દિવસની વેતન રોજગારીની વૈધાનિક ગેરંટી આપવાનો છે, જેથી ગ્રામીણ વિસ્તારોમાં આવક વધે, ટકાઉ માળખાકીય સુવિધાઓનું નિર્માણ થાય અને આજીવિકા વિકાસને પ્રોત્સાહન મળે.માલપુર તાલુકાના વિવિધ ગામોમાં મનરેગા અને VB G RAM G યોજના હેઠળ ચાલતા કામોમાં લોકો સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. આ યોજનાઓ દ્વારા ગામડાઓમાં પાણીના તળાવો, ચેકડેમ, રસ્તા અને અન્ય પાયાની સુવિધાઓના નિર્માણ સાથે રોજગાર પણ સતત મળી રહ્યો છે.





