ARAVALLIMEGHRAJMODASA

અરવલ્લીમાં ચૂંટણીનો રંગ જામ્યો, મેઘરજની શણગાલ બેઠક પર કાંટાની ટક્કર – ફરી બંને ઉમેદવારો સામે સામે 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં ચૂંટણીનો રંગ જામ્યો, મેઘરજની શણગાલ બેઠક પર કાંટાની ટક્કર – ફરી બંને ઉમેદવારો સામે સામે

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ચૂંટણીના છેલ્લા દિવસોમાં પ્રચાર જોર પકડતા ગામડે ગામડે “ખાટલા બેઠકો”નો દોર શરૂ થયો છે, જેમાં ઉમેદવારો સીધા મતદારો સુધી પહોંચી પોતાની તરફેણમાં વાતાવરણ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
મેઘરજ તાલુકાની શણગાલ જિલ્લા પંચાયત બેઠક પર ખાસ રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો ફરી એકવાર આમને સામને આવતા ટક્કર કાંટાની બની છે. ગત ટર્મમાં આ બેઠક પર રીપીટ કરાયેલા ઉમેદવારને માત્ર 166 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે આ વખતની ચૂંટણી વધુ જ ચડભડભરી બની ગઈ છે.ચૂંટણીના અંતિમ તબક્કામાં બંને પક્ષો પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા બેઠકો દ્વારા મતદારો સાથે સીધી વાતચીત કરી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ભાજપના ઉમેદવાર ભૂપતભાઈ મોડિયાએ પોતાની જીતનો દાવો કર્યો છે, જ્યારે કોંગ્રેસ પણ મજબૂત દાવેદારી સાથે મેદાનમાં છે. હવે મતદારો કોને પસંદ કરે છે તે આવનારા પરિણામોમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલ શણગાલ બેઠક પરનો રાજકીય મુકાબલો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Back to top button
error: Content is protected !!