
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ : કંટાળું ગામે ખેડૂતોએ શ્રમદાનથી મહાદેવ તળાવ ઊંડું કરવાની ઝુંબેશ શરૂ કરી – તળાવ ઊંડું કરવાની મંજૂરી ન મળી હોવાના ખેડૂતોના આક્ષેપો

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંટાળું ગામે ખેડૂતો દ્વારા સામૂહિક શ્રમદાનનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગામના કહેવાતા મોટું તળાવ એટલે કે મહાદેવ તળાવને ઊંડું કરવા માટે ખેડૂતો જાતે જ આગળ આવ્યા છે અને JCB તેમજ દસ જેટલા ટ્રેક્ટરોની મદદથી કામગીરી શરૂ કરી છે.ખેડૂતોના જણાવ્યા મુજબ, તળાવ ઊંડું કરવા અંગે અગાઉ સિંચાઈ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કામગીરી માટે જરૂરી મંજૂરી મળી ન હોવાથી ખેડૂતોને પોતે જ આ અભિયાન હાથ ધરવું પડ્યું છે. ખેડૂતો દ્વારા ફાળો એકત્રિત કરી JCBની વ્યવસ્થા કરવામાં આવી અને તળાવમાંથી નીકળતી માટીનો ઉપયોગ પોતાના ખેતરોમાં કરવામાં આવી રહ્યો છે.સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદાનું પાણી તળાવમાં નાખવા પાઇપલાઇન નાખવામાં આવી છે છતાં પાઈપલાઈન મારફતે પાણી તળાવમાં પહોંચાડવાની મંજૂરી મળવા છતાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી. જેના કારણે વિસ્તારમાં પાણી સંગ્રહની સમસ્યા યથાવત છે.ખેડૂતોનું માનવું છે કે કંટાળું ગામનું મહાદેવ તળાવ યોગ્ય રીતે ઊંડું કરવામાં આવે તો આસપાસના આશરે 10 જેટલા ગામોને તેનો સીધો લાભ મળી શકે છે અને ભૂગર્ભ જળસ્તર વધવાની સાથે સિંચાઈ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે છે.ગામના ખેડૂતોની એકતાના કારણે હાલ તળાવ ઊંડું કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે, જે ગ્રામ્ય સ્તરે લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે
.
બીજી તરફ ગ્રામજનોના ખેડૂતોનું કહેવું છે કે તળાવ મોટું છે પરંતુ ઊંડું કરવાની કોઈ કામગીરી નથી તો પછી નર્મદાના પાણીને તળાવમાં નાખવાથી શું ફાયદો જો તળાવ ઊંડું થાય તો પાણીનો વધુ સંગ્રહ થઈ શકે છે માટે જવાબદાર તંત્ર ધ્વારા તળાવ ઊંડું કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે





