મેઘરજ નગરમાં પોસ્ટઓફિસ થી ઘાંચીવાડા તરફના સીસી રોડનું કામ સ્થળ ઉપર થયું ન હોવા છતાં બિલ ચૂકવાઈ ગયા હોવાના આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએ અરજી
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ નગરમાં પોસ્ટઓફિસ થી ઘાંચીવાડા તરફના સીસી રોડનું કામ સ્થળ ઉપર થયું ન હોવા છતાં બિલ ચૂકવાઈ ગયા હોવાના આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએ અરજી
મેઘરજ ગ્રામ પંચાયતમાં 15 માં નાણાપંચ યોજના હેઠળ કામ કર્યા વગર નાના ઉપાડી લઈ ₹ 3,00,000 લાખનો ભ્રષ્ટાચાર થયાં હોવાના આક્ષેપો સાથેની અરજી મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી છે જેની અંદર અરજીમાં જણાવ્યા અનુસાર મેઘરજ ગ્રામ પંચાયત વિસ્તારમાં 15 માં નાણાપંચ યોજના અંતર્ગત 2023/ 24 ના વર્ષમાં (1) ગાયત્રી મંદિરથી પોસ્ટ ઓફિસ સુધી રોડનું કામ, જેનો વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો પોસ્ટ ઓફિસથી ઘાંચીવાડા તરફ સીસી રોડનું કામ ત્રણ લાખ રૂપિયા જેનો પણ વર્કઓર્ડર આપવામાં આવેલ હતો જે કામો પૈકી ગાયત્રી મંદિરથી પોસ્ટ સુધી સી સી રોડનું કામ થયેલ છે અને પોસ્ટ ઓફિસ થી ઘાંચીવાડા તરફના સીસી રોડનું કામ સ્થળ ઉપર થયેલ નથી. તેમ છતાં આ સીસી રોડનું બિલ લખીને ચૂકવણું કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે અને કામ થયા વિના બિલ ચૂકવવામાં આવતા ત્રણ લાખ રૂપિયાની બારોબાર ચાઉં થઈ ગયેલા આક્ષેપો સાથે રહીમભાઇ બંગા નામના જાગૃત નાગરિકે અરજી કરી હતી અને તપાસ કરી જવાબદારી સામે પગલાં લેવામાં આવે તે સાથે મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી હતી સાથે ગુજરાત તકેદારી આયોગ કર્મયોગી ભવન ગાંધીનગર ખાતે પણ નકાર રવાના કરી હતી. સમગ્ર ઘટનાને લઈને હાલ તો મેઘરજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે