ARAVALLIMALPURMODASA

માલપુર – ભેમપોડા પાસે LCBનો દારૂના જથ્થા પર મોટો ઘા, સ્વીફ્ટ કાર સાથે ₹7.64 લાખનો મુદ્દામાલ કબજે

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

માલપુર – ભેમપોડા પાસે LCBનો દારૂના જથ્થા પર મોટો ઘા, સ્વીફ્ટ કાર સાથે ₹7.64 લાખનો મુદ્દામાલ કબજે

 

અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભેમપોડા ગામની સીમમાં વાત્રક કોલોની રોડ નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 873 બોટલ અને બિયરના ટીન સાથે કુલ ₹7.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાના નેતૃત્વમાં પીએસઆઈ પી.પી. સોલંકી, પીએસઆઈ વી.જે. તોમર અને ટીમ માલપુર વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહી હતી.તે દરમિયાન સખવાણિયા ગામની સીમમાં હેલોદર તરફથી આવતી શંકાસ્પદ સફેદ રંગની મારૂતી સ્વીફ્ટ કારને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. જોકે કાર ચાલકે પોલીસને જોઈ કારને વાત્રક કોલોની તરફ ભગાવી દીધી હતી. ભેમપોડા ગામની સીમમાં રોડની બાજુમાં કાર છોડી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.પોલીસે કાર (નંબર GJ-17-N-2767)ની તપાસ કરતાં અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 23 પેટીઓ તેમજ છૂટા મળીને કુલ 873 બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹2.64 લાખ થાય છે. ઉપરાંત ₹5 લાખ કિંમતની મારૂતી સ્વીફ્ટ કાર મળી કુલ ₹7.64 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.માલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!