
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – સાર્વજનિક હોસ્પિટલ આગળ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ સ્વીફ્ટ ગાડીમાંથી દારૂ ઝડપાયો – આરોપી હૉસ્પિટલનો કર્મચારી હોવાનું તપાસમાં ખુલ્યું..!!!
મોડાસા ટાઉન પોલીસે ખાનગી બાતમીના આધારે સાર્વજનિક હોસ્પિટલ સામે આવેલા ખુલ્લા પાર્કિંગ વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે સાથે એક શખ્સને પણ ઝડપી પાડ્યો હતો

મોડાસા ટાઉન પોલીસને ચોકસ બાતમી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી જ્યાં હોસ્પિટલ આગળ પાર્કિંગમાં ખુલ્લી જગ્યામાં એક સ્વિફ્ટ કારની તલાશી લેતા નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો તપાસ દરમિયાન કારમાંથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર 500 મીલીની 6 પેટી તથા વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર 180 મીલીની 11 પેટી મળી આવી હતી.પોલીસે કારમાં બેઠેલા યોગેશભાઈ ખેમજીભાઈ કલાસવા (ઉ.વ. 29), રહેવાસી ધંધાસણ, તા. ભિલોડા (હાલ શામળાજી) ને ઝડપી પાડ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ દારૂ કરીયાનાળ વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાનું અને જણાવેલી જગ્યાએ પહોંચાડવા બદલ ₹10,000 ભાડું નક્કી થયાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ પોલીસ તપાસમાં આરોપી સાર્વજનિક હોસ્પિટલ ખાતે વર્ગ 4 નો કર્મચારી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું મોડાસા ટાઉન પોલીસે દારૂનો જથ્થો, સ્વિફ્ટ કાર તથા મોબાઇલ ફોન મળી કુલ ₹2,34,480નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 116(બી) અને 98(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



