મોડાસા : મંત્રી ભીખુસિંહ પરમારના 2 પુત્રો તેમજ યુવા મોરચાના પ્રમુખ સહીત 6 લોકો સામે નોંધાઈ ફરિયાદ,જાહેરમાં યુવકોને માર મારવાને મામલે કાર્યવાહી
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : મંત્રી ભીખુસિંહ પરમારના 2 પુત્રો તેમજ યુવા મોરચાના પ્રમુખ સહીત 6 લોકો સામે નોંધાઈ ફરિયાદ,જાહેરમાં યુવકોને માર મારવાને મામલે કાર્યવાહી
અરવલ્લીમાં રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહ પરમાર ના પુત્રો અને જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમિષ પટેલ દ્વારા જાહેરમાં યુવકોને માર મારવાનો મામલો
મંત્રી ભીખુસિંહ પરમાર ના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ અને જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ અમિષ પટેલ એ યુવકોને જાહેરમાં માર મારી હિંસક હુમલો કર્યો હતો તથા અપહરણ કરવાનો પ્રયાસ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો મંત્રી પુત્રો અને યુવા મોરચા પ્રમુખ સહિતના મારામારી કરતા શક્સો સામે ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો માર ખાનાર જયમીન ત્રિવેદી એ આઠ દિવસ બાદ તેની ઉપર થયેલા હિંસક હુમલા ને લઈને મંત્રી પુત્ર યુવા મોરચા પ્રમુખ સહિત લોકો સામે ગુનો નોંધાવ્યો મંત્રી ભીખુસિંહ પરમાર ના પૌત્ર સાથે ચાઈનીઝની લારી ચલાવતા યુવક સાથે માથાકૂટ થઈ હતી તે બાદ ઝઘડો થયો હતો તેનો બદલો લેવા માટે ભીખુસિંહ પરમાર ના પુત્રો રણજીતસિંહ કિરણસિંહ યુવા મોરચા પ્રમુખ અમિષ પટેલ સહિતના શખ્સોએ ચાઇનીઝની લારી ચલાવતા યુવક અને અન્ય યુવક જૈમીન ત્રિવેદી ઉપર હિંસક હુમલો કરી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો મંત્રી પુત્રો યુવા મોરચા પ્રમુખ સહિત લોકોનો હિંસક હુમલો સહન કરનાર યુવક જૈમીન ત્રિવેદીએ આખરે તેમની સામે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી ઉલ્લેખનીય છે કે 17 જાન્યુઆરીના રોજ મોડાસાના રામ પાર્ક વિસ્તારમાં મંત્રી ભીખુસિંહ પરમાર ના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ તેમજ જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ સહિતના કેટલાક લોકોએ યુવકો ઉપર હિંસક હુમલો કર્યો હતો જેમાં બેટ દંડા અને ગઢડા પાટુ નો યુવકોને ઢોર માર માર્યો હતો.