ARAVALLIMEGHRAJ

મેઘરજના કાલીયાકૂવા ગામની સીમમાં કાર ને રોકી ચાર વ્યક્તિઓ પર હુમલો કર્યો, શક્સો એ 2300/-રૂપિયા ની લૂંટ કરી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજના કાલીયાકૂવા ગામની સીમમાં કાર ને રોકી ચાર વ્યક્તિઓ પર હુમલો કર્યો, શક્સોએ 2300/-રૂપિયા ની લૂંટ કરી

સાંજના આશરે ૪ વાગ્યા અરસામાં ફરિયાદી પોતે અને અન્ય ત્રણ લોકો સ્વીટ ડીઝાયર ગાડી લઈને રાજસ્થાનના સરથુના ગામે સંદિપભાઈના મામાના ઘરે મહેમાન જઈને પરત આવતા ચારેય જણાં પોતાની ગાડીમાં બેસીને ઘરે આવવા માટે નીકળેલાં હતાં તે વખતે સાંજના સવા છ એક વાગે કાલીયાકુવા ગામની સીમમાં આવેલ તે વખતે પાચ જેટલા અને બીજા ત્રણ માણસો તે બધા એ પોતાની ગાડી તથા એક નંબર વગરની ટીવીએસ અપાચે મોટરસાઈકલ ની લઈને કાલીયાકુવા ગામના રોડ ઉપર ઉભી રાખી રોડ રોકી હાથમાં લાકડીઆ તથા ધારીયું તેમજ કુહાડી લઈ હોય તેઓએ રોડ ઉપર ફરિયાદીની ગાડી તેમની પાસે જતાં ગાડી રોકી લીધેલ અને આરોપી ડામોર લાલકૃષ્ણભાઈ ખુમાભાઈ નાએ ગાડીની ચાવી કાઢી લીધેલ અને તેઓ ગાડીની આગળ પાછળ આવી જઈ એક ઈસમે ગાડીના પાછળના કાચ ઉપર તેમજ આગળના કાચ ઉપર લાકડીઓ મારેલ અને કાચ તોડી નાખેલ તેમજ બીજા એક ઈસમે પથ્થરો મારેલ જેથી ફરિયાદી એ કહેલ મારી ગાડી ઉપર લાકડીઓ તથા પથ્થર મારવાની ના પાડતાં આ કામના તમામ ઈસમોએ એક જુથ થઈને ચારેય જણાંને વારફરતી બહાર ખેંચી કાઢી મા બેન સામી નઠારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગેલ અને ગાળો બોલવાની ના પાડતાં તેઓ ઉશકેરાઈ જઈને સાથેના સંદિપભાઈ રમેશભાઈ ડામોરનાઓને આ કામના એક ઈસમે કહેવા લાગેલાં કે તારા ઘરવાળી સાથે તારા લગ્ન થયેલ તે પહેલાં મારે તારી પત્ની સાથે પ્રેમ સંબંધ હતો તેમ છતાં તું કેમ લગ્ન કરીને લઈ ગયેલ અને હું તારી પત્નીને ગમે ત્યારે ઉઠાવી લઈ જઈશ તેમ કહીને સંદિપને માર મારવા લાગેલ અને તમો કેમ સંદિપ સાથે આવેલ છો અને તમોને જીવતાં છોડવાના નથી તેમ કહીને બિભત્સ મા બેન સામી નઠારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં તેમજ ગડદાપાટુનો માર મારવા લાગેલ અને તે વખતે અન્ય એક ઈસમે હાથમાં ધારીયું લઈને ફરિયાદીઓને માથાના ભાગે મારવા જતાં અમો ફરીયાદી નીચે નમી જતાં જમણી આંખની બાજુમાં વાગેલ આથી ફરિયાદી નીચે બેસી ગયેલ તે વખતે ખિસ્સામાંથી રૂા.ર૩૦૦ અંકે રૂપિયા બે હજાર ત્રણસો પુરા એક ઈસમે કાઢી લીધેલાં અને સાથે પ્રકાશભાઈ રત્નાભાઈ ડામોરના તથા સંદિપભાઈ રમેશભાઈ ડામોર તથા શૈલેષભાઈ કાંન્તિભાઈ ડામોર એ રીતે બચાવવા વચ્ચે પડતાં તેઓમાંથી અન્ય એક એ ગડદાપાટુ નો માર મારેલ અને જમણા કાને લાકડી મારે આથી કાનમાંથી લોહી નીકળેલ તેમજ આ કામના ડામોર લલિતભાઈ નાનાભાઈનાએ શૈલેષભાઈ કાંન્તિભાઈ ડામોરને ગડદાપાટુ નો માર મારેલ અને ગળુ દબાવી નાખેલ આથી ફરીયાદીએ બચાવો બચતાવોની બૂમો પાડતાં આજુબાજુમાંથી બીજા માણસો આવી ગયેલાં જેથી તેઓ કહેતાં હતાં કે આજબાજુમાંથી માણસો આવી ગયેલ એટલે તમો જ બચી ગયેલાં છો પણ હવે પછી એકલ દોકલ કયાંય રસ્તામાં મળ્યા છો તો તમોને જીવતાં છોડીશું નહી એ રીતે જાનથી મારી નાખી ફેંકી દેવાની ધમકીઓ આપતાં આપતાં આઈ ૨૦ ગાડી તથા મોટરસાઈકલ લઈને ત્યાંથી જતાં રહેલા અને ગાડીની ચાવી સાથે લઇ ગયેલ .અને ઈસમો એ ગડદાપાટુ ધારીયું તેમજ લાકડીથી શરીરે માર મારેલ જેથી ખાનગી વાહનમાં મેઘરજ સરકારી દવાખાને સારવાર કરાવેલ અને આમ તમામ ઈસમો એ એકબીજાની મદદગારી કરીને બદ ઈરાદાથી એકઠા થઈ પ્રાણધાતક હથિયારો સાથે ફરીયાદી તેમજ સાથેના માણસો ઉપર હુમલો કરીને મા બેન સામી નઠારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ તેમજ ધારીયા તથા લાકડી અને ગડદાપાટુનો માર મારીને કાયદેસરનો ગુન્હો દાખલ કરવા તેમજ તમામ ગુનેગારો ને પકડી જેલ હવાલે કરવા મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં જાણવાજોગ અરજી આપી હતી

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button