
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ અને મોડાસા તાલુકામાં જન કલ્યાણ શિબિરોનું આયોજન ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ મળ્યો સરકારી યોજનાઓનો મહત્તમ
અરવલ્લી જિલ્લામાં 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના મંત્ર સાથે લાભાર્થીઓને મળી રહ્યો છે કેન્દ્ર-રાજ્યની કલ્યાણકારી યોજનાઓનો વ્યાપક લાભ

અરવલ્લીના મેઘરજ તાલુકાના પંચાલ ગ્રામ પંચાયત ખાતે અને મોડાસા તાલુકાના કઉ ગ્રામ પંચાયત તેમજ મોડાસા પ્રાથમિક શાળા નંબર-૧ ખાતે જન કલ્યાણ શિબિર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરોમાં ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ જ વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ આપવામાં આવ્યો છે.પંચાલ ગ્રામ પંચાયત ખાતે આયોજિત જન કલ્યાણ શિબિરમાં DHEWની ટીમ દ્વારા નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. શિબિરમાં આવેલા ગ્રામજનોને તેમની અરજીઓનું સ્થળ પર જ નિવારણ કરવામાં આવ્યું અને વિવિધ વિભાગો દ્વારા લાભાર્થીઓને સીધી સહાય પણ વિતરિત કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોના લોકો સુધી સરકારી યોજનાઓને વધુ સરળ અને પારદર્શક રીતે પહોંચાડવાનો હતો.તે જ રીતે મોડાસા તાલુકાના કઉ ગ્રામ પંચાયત ખાતે પણ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પણ ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓના લાભ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું અને લાભાર્થીઓને સ્થાનિક સ્તરે જ સહાયનું વિતરણ કરવામાં આવ્યું. મોડાસાની પ્રાથમિક શાળા નંબર-૧ ખાતે આયોજિત શિબિરમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને યોજનાઓની વિગતવાર માહિતી સાથે જરૂરી સહાય પૂરી પાડવામાં આવી.
આ તમામ જન કલ્યાણ શિબિરોમાં ગ્રામ કક્ષાએ જ લોકોને આવાસ યોજના, આરોગ્ય વીમા, પેન્શન, કૃષિ સહાય, વિદ્યાર્થી વિદ્યાલક્ષ્મી યોજના, મહિલા સશક્તિકરણ અને અન્ય અનેક સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવાની તક મળી છે. આ કાર્યક્રમ દ્વારા સરકારના વિકાસ અને કલ્યાણના વિઝનને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવામાં મહત્ત્વની સફળતા મળી છે.આ શિબિરોમાં લાભાર્થીઓએ વ્યાપક ઉત્સાહ દર્શાવ્યો હતો અને તેમણે સરકારના આ પ્રયાસોની પ્રશંસા કરી હતી. આવી જન કલ્યાણ શિબિરો ભવિષ્યમાં પણ વિવિધ ગામોમાં આયોજિત કરવાની યોજના છે જેથી વધુમાં વધુ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી શકે.





