રાજપારડી વીજ કંપનીના કર્મચારી અર્જુન વસાવા નિવૃત્ત થતા તેમને વિદાયમાન આપવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે વીજ કંપનીમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા અર્જુનભાઇ વસાવા વય મર્યાદાને લઇને નિવૃત્ત થતા સાથી અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા તેમને સન્માન સહ વિદાયમાન આપવામાં આવ્યું હતું.દક્ષિણ ગુજરાત વીજ કંપની રાજપારડી કચેરીના ડેપ્યુટી ઇજનેર રાહુલ સિંઘ અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આયોજિત વિદાયમાન કાર્યક્રમમાં વિદાય લેતા વીજ કર્મચારી અર્જુન વસાવાનું પુષ્પ ગુચ્છ દ્વારા સન્માન કરીને તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું .મુળ ભાલોદના અને રાજપારડી ખાતે રહેતા અર્જુનભાઇ વસાવા વીજ કર્મચારી તરીકે ૨૭ વર્ષ ફરજ બજાવીને હાલ નિવૃત્ત થયા હતા. આ પ્રસંગે સાથી વીજ કર્મચારીઓ દ્વારા તેમને વિદાય આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદાય લેતા વીજ કર્મચારી અર્જુન વસાવાએ આ ક્ષણે તેમના નિવૃત્તિ સમયે સન્માન કરી વિદાયમાન આપવા બદલ સાથી કર્મચારીઓ અને અધિકારીઓનો આભાર માન્યો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી