અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ પણ જીતની ઉજવણી કરી, કાર્યકર્તાઓ માં ઉત્સાહ
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થતાં સમગ્ર દેશમાં આપ દ્વારા ઉજવણી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ પણ જીતની ઉજવણી કરી હતી. મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે સુત્રોચ્ચાર સાથે ગોપાલ ઈટાલિયાને આવકાર્યા હતા… તેમની જીતને લઇને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો… વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં આપ ને ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થતા. લોકોના પ્રશ્નો હવે મજબૂતાઈથી રજૂ થશે. ચર્ચાઓ એ પણ ચાલી રહી છે કે. હવે ગુજરાતમાં કયાંક ત્રીજો મોરચો સફળની સીડી ચઢી ગયો છે. આપ ની ભવ્ય જીતને લઇને પાર્ટીમાં નવા પ્રાથૂ ફૂંકાતા. કાર્યકરોનો જોમ અને જુસ્સો વધી ગયો છે. પ્રદેશ નેતા જયદીપસિંહ ચૌહાણે, મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતમાં પરિવર્તનનો પાયો વિસાવદરથી નખાઈ ચુક્યો છે.