BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ટ્રાફિક સપ્તાહ અંતર્ગત જિલ્લા ટ્રાફિક અને સીટી ટ્રાફિક વિભાગ દ્વારા પાંચબત્તી સર્કલ ખાતે નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોનું ચોકલેટ આપી સન્માન કરાયું.
સમીર પટેલ, ભરૂચ
આજરોજ ટ્રાફિક સપ્તાહ ઉજવણીના અંતર્ગત જિલ્લા ટ્રાફિક પોલીસ અને સીટી ટ્રાફિક પોલીસ દ્વારા પાંચબત્તી સર્કલ નજીક l&t કંપનીના સહયોગથી ટ્રાફિક જાગૃતા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કર્યું હતું તેમને ચોકલેટ આપી ટ્રાફિક સેફટી ના કાર્ડ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યુ હતું. અને બીજા વાહન ચાલકોને હેલ્મેટ સહિતના ટ્રાફિકોનું પાલન કરવા અપીલ કરી ટ્રાફિકના નિયમનું પાલન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા.