નવસારીના કછોલ ગામે “મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે “અતિરૂદ્ધ મહાયજ્ઞ”માં શિવલિંગ પર જળાભિષેક કરી યજ્ઞમાં આહુતિ આપી
<વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
અતિરૂદ્ધ મહાયજ્ઞ” આદ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ કરાવે છે: વન પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ*
નવસારી જિલ્લાના કછોલ ગામ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા આયોજિત “અતિરૂદ્ધ મહાયજ્ઞ”ના ત્રીજા દિવસે વન પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહી શિવલિંગ પર જળાભિષેક કરી નવ ગ્રહયજ્ઞમાં આહુતિ આપી હતી. આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ સહિત વિવિધ મહાનુભાવો મંત્રીશ્રી સાથે વિશેષ હાજર રહ્યા હતા. “અતિરૂદ્ધ મહાયજ્ઞ”માં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે તથા ઉપસ્થિત મહાનુભાવોએ યજ્ઞશાળાના હવનકુંડ પર બિરાજેલા દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પંડિતો અને બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, આજે “અતિરૂદ્ધ મહાયજ્ઞ”માં હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું એ મારા જીવન માટે અલૌકિક ચેતનાની ક્ષણ બની છે. મંત્રીશ્રીએ નવસારીમાં પ્રથમવાર આયોજિત થયેલ “અતિરૂદ્ધ મહાયજ્ઞ” દ્વારા લોકોને આદ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ સાથે દિવ્ય અવસર બની રહે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
<span;> આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા “અતિરૂદ્ધ મહાયજ્ઞ”નું સુંદર આયોજન કરી જનજન સુધી મહાદેવના આશીર્વાદ પહોંચડાવાની વિશેષ લોકસેવાને બિરદાવી હતી.