તા ૦૧. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નવાગામ માધ્યમિક શાળા ખાતે ચાંદીપુરમ વાયરસ અને ટીબી રોગ અંતર્ગત બાળકોને માહિતગાર કરવામાં આવ્યા
આજ રોજ દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરડી માં માન..મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવટ તથા જીલ્લા ક્ષય અઘિકારી ડૉ આર ડી પહાડીયા ના માર્ગદર્શન અન્વયે નવાગામ માધ્યમિક શાળા માં ચાંદીપુરમ અને ટીબી રોગ અંતર્ગત શાળામાં બાળકોને હાલમાં ચાલી રહેલ ચાંદીપુરમ વાઇરસ વિશે વિસ્તારપૂર્વક જાણકરી આપવામાં આવી
જેમાં સેન્ડફ્લાય એક એવુ જીવજંતુ છે જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઇંડા મુકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં તે રહે છે
ચાંદીપુરમ તાવના લક્ષણો:બાળકને સખત તાવ આવવો ઝાડા થવા – ઉલ્ટી થવી ખેંચ આવવી અર્ધભાન કે બેભાન થવું ચાંદીપુરમ રોગોથી બચવાના ઉપાયો ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલછિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. ૦ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં સાથે સાથે ટીબી એ હવા દ્વારા ફેલાતો રોંગ છે ખાસી આવવી , તાવ આવવો , વજન માં ઘટાડો થવો, રાતે પરસેવો થવો , ક્યારેક ક્યારેક ગળફામાં લોહી પડવું જેવાં લક્ષણો ટીબી ના હૉય છે
ટીબી એ નખ અને વાળ સીવાય શરીર ના દરેક અવયવો માં ટીબી થઇ શકે છે ટીબી ની તપાસ દરેક સરકારી દવાખાના માં મફત થાય છે એક ટીબી નો દર્દી જો સારવાર ન લે તો ઍક વર્ષ માં ૧૦થી ૧૨ , દર્દીઓ પેદા કરે છે ટીબી ની સારવાર ડોટ્સ પધ્ધતિ થી વિના મૂલ્યે આપવામાં આવે છે ટીબી ના દરેક દર્દીઓ ને નીક્ષય પોષણ યોજના અંતર્ગત માસીક ૫૦૦રૂપિયા આપવામા આવે છે આમ આ કાર્યક્રમ માં જીલ્લા ક્ષય કેન્દ્ર ના તબીબી અધિકારી ડૉ અમરસિંગ ચૌહાણ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો હેલ્થ સ્ટાફ , તથા શાળા ના શિક્ષક ગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં