વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૧ નવેમ્બર : સંગઠનની વખતો વખતની લડત અને રજૂઆતોના અંતે સરકારશ્રી દ્વારા તા. ૧/૪/૨૦૦૫ પહેલાના કર્મચારીઓનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરાતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે આજરોજ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ અને ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા ભુજ ખાતે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય મા. શ્રી કેશુભાઈ પટેલને રૂબરૂ મળી એક – મેકનું મીઠું મોઢું કરાવી, શાલ ઓઢાડી અને આભારદર્શન પત્ર આપી રાજ્ય સરકારનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો. આ તકે સંગઠનના નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, મેહુલ જોષી, જે.સી. ઝાલા, પ્રવિણ ભદ્રા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, હાર્દિક ત્રિપાઠી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.