વિજાપુર આઇટીઆઇ ખાતે ૪૫૦ તાલીમાર્થીઓએ ૧૦૦ જેટલા પ્રોજેક્ટ બનાવી આઇ.એમ.સી ચેરમેન દેવ ઇન્ડસ્ટ્રીઝ ડિરેક્ટર સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું
સૈયદજી બુખારી વિજાપુર
વાત્સલ્યમ સમાચાર
વિજાપુર આઈ.ટી.આઈ ખાતે આઇએમસી ચેરમેન તથા દેવ ઇન્ડસ્ટ્રી ના મેનેજિંગ ડાયરેક્ટર જયંતીભાઈ પટેલ અને રાકેશભાઈ દેવ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી તાલીમાર્થીઓ અને સ્ટાફના સહયોગથી પ્રોજેક્ટ વિક એક્સપોનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય સાથે કર્યું હતુ. જેમાં આઈટીઆઈ ખાતેના ૧૨ ટ્રેડના ૩૩ સુઈઓ અને ૪૫૦ જેટલા તાલીમાર્થીઓએ સામાન્ય બજેટમાં ટેકનિકલ તેમજ સમાજ ઉપયોગી નાના મોટા ૧૦૦ જેટલા પ્રોજેક્ટ મોડલ બનાવી પ્રેઝન્ટેશન કર્યું હતું. સદર પ્રેઝન્ટેશન નિરક્ષણ આઇ એમ સી ચેરમેન જયંતી ભાઈ પટેલે કર્યું હતુ .તેમજ દેવ ઇન્ડસ્ટ્રીઝ રાકેશ ભાઈ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો તેમજ ભાગ લેનાર દરેક ટ્રેડને પ્રોત્સાહિત મેડલ એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી હતી. વધુમાં દેવ ઇન્ડસ્ટ્રીઝ રણાસણ દ્વારા આઇ ટી આઇ સંસ્થાને તેમજ તાલીમાર્થીઓને પીવાના પાણી માટે આરો સિસ્ટમ સાથેના વોટર કુલર આપવાની પણ જાહેરાત પણ કરી હતી. જે ખૂબ જ સરાહનીય બાબત છે આમ ૨૦૨૫ ના પ્રોજેક્ટ એક્સપો પ્રોગ્રામને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો આગામી દિવસોમાં દેવ ઇન્ડસ્ટ્રીઝ ના દ્વારા તાલીમાર્થીઓ માટે એકસો પ્રોજેક્ટ ૨૦૨૫ ને પ્રોત્સાહન મળે તે માટે દેવ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અલગ અલગ સંસ્થાઓ અને શાળાઓ ની મુલાકાત લઈ બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.