GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લાના કસ્બાપાર વિદ્યાલય ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગેનું જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં કસ્બાપાર <span;>વિદ્યાલય ખાતે શ્રી.વી.વી.પી.પી. વિદ્યાલય અને વી.એસ. પટેલ ઉ.મા. વિદ્યાલય દ્વારા S.D.R.F–11 – ટીમ ૨ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. આ આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ માં કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપતિ વખતે કઇ કઈ તકેદારી રાખવી તથા સી.પી.આર. અને અન્ય સારવાર અંગેની વિસ્તૃત પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નવસારી ડિઝાસ્ટર શાખાના કર્મચારીઓ, શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ 300 થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહી આકસ્મિક આપત્તિ સમયે ધ્યાનમાં લેવા જેવી પ્રાથમિક તકેદારી અંગેની જીણવટ ભરી માહિતી મેળવી હતી..




