તા.૧૦.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નગરપાલિકા , તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ ખાતે યોજાઈ આયુષ્માન આરોગ્ય શિબિર
તાલુકા પંચાયત ઓફિસ દાહોદ , મામલતદાર ઓફિસ દાહોદ , નગરપાલિકા ઓફિસ દાહોદ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી દાહોદના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય શિબિર તથા વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિતે તમામ સ્ટાફનું તથા આવેલ તમામ લાભાર્થીનું હાયપરટેનશન તથા ડાયાબિટીસનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ટોટલ ૧૫૦ જેટલાં લાભાર્થીનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮ બ્લડ પ્રેશરના સસ્પેકટેડ તથા ૯ ડાયાબિટીસના સસ્પેકટેડ મળ્યા હતા.